Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું.

નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું. 

વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને પરંપરાઓ, હસ્તકલાઓ વગરે બાબતોમાં આચાર્ય રાકેશભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  "ECO CLUBS FOR MISSION LIFE" અંતર્ગત શાળા કક્ષાએ સપ્તાહ ઉજવણી અંગેની સમજ આપવામાં આવી હતી. જેમાં પ્રતિ દિન એક વિષય/થીમ જેમ કે ૧. સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર, ૨. પોષણયુક્ત ખોરાકનો સ્વીકાર, ૩. ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ, ૪. ઉર્જા બચાવો અભિયાન, ૫. પાણી બચાવો અભિયાન, ૬. સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો. પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકાય તેની સમજણ આચાર્યશ્રી રાકેશભાઈ ધીવર દ્વારા આપવામાં આવી હતી. આ પ્રવૃતિમાં શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા.

*ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ...

Posted by Info Navsari GoG on Tuesday, June 18, 2024

Comments

Popular posts from this blog

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

                                           Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્...

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

  Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં...