Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં‌ માસ્ટર્સ તજજ્ઞ  તાલીમ નવસારી  જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી.

રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ  આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર),  શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી

તાલીમના ત્રણે  દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના,  કરવામાં આવ્યું  હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ  સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા.

 જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમ દ્વારા ત્રણ દિવસ તમામ મોડ્યુલ અને ગુજરાતી ગણિત સંપૂતની પૂરેપૂરી સમજ મેળવવાની વાત કહી હતી.ત્યારબાદ બધા તજજ્ઞ મિત્રોને બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં. જેમાં પ્રથમ વર્ગમાં તજજ્ઞ તરીકે શશીકાંતભાઈ ટંડેલ, નિમિષાબેન આહીર, કૃણાલભાઈ પટેલ જયારે દ્વિતિય વર્ગમાં સ્નેહાબેન પટેલ, વિજયસિંહ વાઘેલા, અને અમિતભાઈ વડોદરીયાએ વિષય આયોજન મુજબ સુંદર રીતે તાલીમનું ભાથું પીરસ્યું હતું.

 તજજ્ઞને ફાળવેલ વિષયો અનુસાર ઉપરોક્ત તજજ્ઞ મિત્રો દ્વારા પ્રથમ દિવસે તાલીમ આયોજન મુજબ ચર્ચાપત્રની સમજ, NCF- National  curriculum framework, SCF- State curriculum framework, FS - Foundational Stage વિશે માહિતગાર, ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિ, ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિ, જાદુઈ પીટારા, મારો દિવસ જેવા વિષયો પર તજજ્ઞમિત્રોએ પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.



તાલીમના બીજા દિવસે અધ્યયન સંપુટ ગુજરાતી, ગુજરાતી એકમ પરિચય-૧, પ્રગતિ રજીસ્ટર ગુજરાતી, ગુજરાતી ધોરણ ૧,૨ એકમનું જૂથ કાર્ય, સપ્તરંગી શનિવાર, રમે તેની રમત વિષયો પર પ્રાયોગિક સાથે સમજ આપવામાં આવી હતી.

જ્યારે ત્રીજા દિવસે તાલીમની શરુઆત અધ્યયન સંપુટ ગણિત, ગણિત એકમ પરિચય, પ્રગતિ રજિસ્ટર ગણિત,  ગણિત ધોરણ ૧,૨ એકમનું જૂથ કાર્યની પ્રવૃત્તિસહ સમજ આપવામાં આવી હતી છેલ્લા સેશનનાં અંતે તાલીમાર્થીઓ પાસેથી પ્રશ્નાવલી દ્વારા પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.

ત્રીજા દિવસની તાલીમ દરમ્યાન નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન તેમણે આ તાલીમ પૂરેપૂરી સમજ સાથે મેળવવાની વાત કહી હતી. તેમજ જૂન-૨૦૨૪થી અમલમાં આવી શકે તે માટેની વિવિધ ૩૦ અલગ અલગ પ્રકારની અધ્યયન સંપુટ સહાયક અભ્યાસ સામગ્રી કે જેમાં કુલ મળી ૨૫૦૦ જેટલી પેટા સામગ્રી ઉપલબ્ધ છે.તેની ધોરણ ૧ અને ૨નાં તમામ શિક્ષકોને માહિતી હાથવગી હોવી જોઈએની વાત કહી હતી. છેલ્લે રમતમાં રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ ભાગ લઈ વિજેતા બનનાર શિક્ષકશ્રી કૃણાલભાઇ પટેલને અને હીન્દી વિષયમાં પી.એચ. ડીની પદવી મેળવનાર ડૉ. સતીષભાઈ ભોયાનું સન્માન કરી નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.જ્યારે જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમ દ્વારા પણ બંને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. 

ત્રણે દિવસ વર્ગ સંચાલકો દ્વારા ચા, નાસ્તા અને રુચિકર ભોજનની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.











Comments

Popular posts from this blog

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

                                           Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયું હોય તથા એવા મતદાન

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

  Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

 Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિત કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ઉપર નોંધાયેલ