Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

*તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ*
(માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને ૧૧ જેટલી સુવિધાઓ પૈકી દરેક કુંટુબને પાકુ ઘર,રસ્તા, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ,પાણીનું નળ કનેકશન, આંગણવાડી કેન્દ્ર બનાવવુ,વન ધન વિકાસ કેન્દ્ર, મલ્ટી પર્પસ સેન્ટર, સોલાર સ્ટ્રીટ લાઈટ, મોબાઈલ ટાવર બનાવવા,સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા જેવો સમાવેશ થાય છે.
તાપી જિલ્લાના ૭ તાલુકાઓમાં કુલ ૧૭૫ જેટલા ગામોમાં આદિમજૂથ (કોટવાળીયા અને કાથુડ) વસ્તી ધરાવે છે. કુલ ૬૧૨૨ ઘરોમાં કુલ ૨૭,૩૯૭ લોકો વસવાટ કરે છે. PM-JANMAN કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં કુલ ૫૩૪ આવાસ મંજૂર કરવામાં આવેલ છે.જે પૈકી ૧૪૩ આવાસ પૂર્ણ થયેલ છે. કુલ ૬ આંગણવાડીઓ મંજૂર કરવામાં આવેલ છે. ૨૨ જેટલા MP મંજૂર કરાયા છે. કુલ ૨૨૧૫ ઘરોને વીજ કનેકશન આપવામાં આવ્યા છે. કુલ ૩૧૯૦ ઘરોને પીવાના પાણી માટે નળ કનેકશન આપવામાં આવ્યા છે.કુલ ૩૪૨૮ લાભાર્થીઓને આધારકાર્ડ તથા ૪,૪૨૬ લાભાર્થીઓને રેશન કાર્ડ તેમજ ૪૪૩ લાભાર્થીઓને જાતિના પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. કુલ ૨૧,૨૯૮ લાભાર્થીઓને આયુષમાન કાર્ડ આપવામાં આવેલ છે. કુલ ૧૨૨૧ નવા જનધન બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.૭૩ જેટલા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવેલ છે. કુલ ૬૪૯૮ લાભાર્થીઓના PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.
પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલિયા(IAS) એ જણાવ્યું હતું કે ગત વર્ષથી આ યોજના અમલમાં છે. આદિમજૂથના લોકોના ઉત્થાન માટે આજે બીજા તબક્કામાં સરકારશ્રીની યોજનાનો સો ટકા લાભ જરૂરિયાતમંદોને મળી રહે તે માટે આપણે સૌએ સાથે રહીને તમામ લાભાર્થીઓ લાભ મેળવે તે માટેના પ્રયાસો કરવાના છે. વધુમાં જણાવ્યું હતુ કે તાપી જિલ્લામાં મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ અભિયાનને સફળ બનાવવા કેમ્પોનું આયોજન કર્યું છે.આઈ.ઈ.સી.પ્રવૃત્તિના માધ્યમથી પણ જનમન અભિયાનને લોકો સુધી પહોંચાડવાનો જિલ્લા તંત્રનો પ્રયાસ રહેશે.

*તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ* - *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬...

Posted by Info Tapi GoG on Friday, August 23, 2024

Comments

Popular posts from this blog

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

 Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા  દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી. ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર  ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે ...

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશભાઈ પ...

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

    નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પ...