Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું

Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું 

એસપીશ્રી બીપરજોય વાવાઝોડુ સમયે તેમજ અપહરણ અને ગુમ થયેલા બાળકો અને પુખ્તવયના કુલ ૨૭૫ લોકોને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી 

વાપીના જીઆઈડીસીના પીઆઈશ્રીએ ડુંગરાના રેપ વીથ મર્ડર કેસમાં માત્ર ૧૯ દિવસમાં ૭૦૦ પાનાની ચાર્જશીટ મુકી હતી 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ જુલાઈ 

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ ૨૦૨૩ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા અને વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી. 

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ભૂજમાં ઈન્ચાર્જ એસપી હતા તે સમયે બીપરજોય વાવાઝોડુ આવતા અંદાજે ૫૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઈડ લાઈન મુજબ ઝીરો કેઝ્યુલિટીના લક્ષ્યાંક સાથે વાવાઝોડા સમયે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. આ સિવાય વલસાડ જિલ્લાના એસપી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં પાંચ માસ દરમિયાન અપહરણ અને ગુમ થયેલા ૫૦ બાળકો અને ૨૨૫ પુખ્ત વયના લોકોને શોધી કાઢવાની શ્રેષ્ઠ કામગીરી કરી હતી. આ સિવાય નાસતા ફરતા આરોપીઓને પણ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી પાર પાડી હતી. તેમના સમયગાળા દરમિયાન વર્ષ ૨૦૨૩માં વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પણ શાનદાર ઉજવણી થઈ હતી. વર્ષ ૨૦૨૩ દરમિયાનની તેમની ઉપરોક્ત તમામ વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાય દ્વારા તા. ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે ડિસ્ક અને પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા હતા. 


વલસાડ જિલ્લા એસપી ડો. વાઘેલાની સાથે વાપી જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર મયુરભાઈ પી. પટેલનું પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાયના હસ્તે ડિસ્ક અને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કરાયુ હતું. પીઆઈ મયુરભાઈ પટેલે તા. ૨૩ ઓકટોબર ૨૦૨૩ના રોજ વાપીના ડુંગરા ખાતેના રેપ વીથ મર્ડર કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. ઝાડીમાંથી ૬ વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેનુ ફોરેન્સિક પીએમ કરાતા બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાનું ફલિત થયું હતું. પીઆઈ મયુર પટેલે ટીમ સાથે ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલ રજાક સુભાન ખાન (ઉ.વ.૪૨, રહે. ચીલવીલ રામની ચાલ, ડુંગરી ફળિયુ, ડુંગરા, વાપી)ની ધરપકડ કરી હતી. તમામ સાયન્ટીફીક એન્ગલથી તપાસ કરી તમામ પૂરાવા એકત્ર કરી શ્રી પટેલે માત્ર ૧૯ વર્કિંગ ડે માં ૭૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. આ શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું ડીજીપી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  

બોક્ષ મેટર 

શું છે કમાન્ડેશન ડિસ્કનો ઈતિહાસ? કેમ આપવામાં આવે છે? 

કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા દેશભરની પોલીસ ફોર્સના જવાનોનું મોરલ વધે તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાય અને પોલીસ જવાનોમાં ફરજ પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે વર્ષ ૨૦૨૦થી રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) એનાયત કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિમાં જોઈએ તો, હાલ દેશભરના કુલ ૭ રાજ્યોમાં પોલીસ જવાનોને તેમની વિશિષ્ટ કામગીરી બદલ ડિસ્કથી સન્માનિત કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની પોલીસની સ્ટ્રેન્થ ૧ લાખ જવાનોની છે જેમાંથી ૧૧૦ પોલીસ અધિકારી-કર્મચારીઓની ડિસ્ક મેડલ માટે પસંદગી કરવામાં આવે છે. દર વર્ષે પોલીસ અધિકારીઓ દ્વારા નોમિનેશન કરવામાં આવે છે જેમાંથી ડીજીપીની આગેવાની હેઠળ સિનિયર અધિકારીઓની બનેલી કમિટી દ્વારા ૧૧૦ની પસંદગી કરવામાં આવે છે.  

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર ...

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

                                           Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                                                                                 NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈક...